હું કોરોના મા છું અને બહાર રમવા નીકળી છું... કોરોના મા ના ભૂવા નો દાવો
હું કોરોના માં છું અને બહાર રમવા નીકળી છું . કોરોના માંના ભૂવાનો દાવો . ગુજરાતમાં કોરોના વાયરસને આસ્થા સાથે જોડતો એક કિસ્સો સામે આવ્યો છે . હવે આને શરદ્ધા ગણવી કે અંધશરદ્ધા તે સમજદાર લોકો ઉપર નિર્ભર છે વૈશ્વિક મહામારી કોરોના એ કોઈ વાયરસ નહીં પરંતુ સાક્ષાત માતાજી હોવાનો એક ભૂવાએ દાવો કર્યો છે . હનુમાનગઢ ગામનો એક વીડિયો વાયરલ થયો છે , જેમાં એક સમુદાયનો ભૂવો એવો દાવો કરતાં નજરે પડે છે કે કોરોના એ કોઈ વાઈરસ નથી પરંતુ કોરોના માં જ છે . વિડીયોમાં ભૂવો કહે છે કે મે કોરોના માને દાણા નાખી પુછ્યું હતું તો કોરોના માએ કહ્યું કે હું રમવા બહાર નીકળી છું . અને માતાજીએ માતાજીએ તેમને હવન કરવાનું કહ્યું છે આ માટે શું સામગરી જોશે તે પણ ભૂવાજી કહે છે અને સમગર્ સમાજ પાસેથી પૈસા લઈને આ હવન કરવાનો છે એટલું જ નહીં આ વિડીયો સંદેશને આખી જ્ઞાતિમાં ફેલાવવાનું ભૂવાજી આહ્વાન પણ કરે છે . ભૂવાજી દાવો કરતાં કહે છે કે કોરોના મા તેમનાં સમાજને કંઇ થવા નહીં દે . મહત્વપૂર્ણ છે કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના નામના જીવલેણ વાયરસે હાહાકાર મચાવ્યો છે . દુનિયાભરમાં અત્યાર સુધીમાં અનેક લોકો આ જીવલેણ વાયરસના પરકોપનો ભોગ બની ચુક્યાં છે , ત્યારે દુનિયાભરના લોકો આ વાયરસ સામે લડવાના પ્રયાસ કરી રહ્યાં છે આ ઉપરાંત રાત દિવસ ડોક્ટરો આ ભયાનક વાયરસની રસી બનાવવાની મહેનત કરી રહ્યાં છે . ત્યારે ગુજરાતમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં લોકો આજે વિજ્ઞાન કરતાં ભૂવા - ભરાડીઓ અને અંધશરદ્ધાના વહેણમાં તણાઈને ગેરમાર્ગે દોરાઈ જાય છે .
વિડીયો :
#Coronavirus #goddess #fightagainstcorona #fetishistic #superstitionist #Faith #Tetanically #gujarat #Hanumangadhvilleage #Tetanicallyscience #uneducatepeople
0 टिप्पणियाँ